============================================================== બે અરીઆ ના જૈન સેન્ટર માં આ વર્ષે પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ ની શાનદાર ઉજવણી થયી. -------------------------------------------------------------------------------- બે અરીઆ ના જૈન સેન્ટર માં આ વર્ષે પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ ની શાનદાર ઉજવણી થયી . આ વર્ષે COVID -19 કોરોના રોગ વાયરસે સમસ્ત વિશ્વ્ ને તેના ભરડા માં લીધું છે ત્યારે વિપરીત સંજોગો માં અને અતિ વિકટ સમસ્યાઓ ભર્યા સમય માં પણ સમસ્ત અમેરિકા માં ઉત્સવો ની ઉજવણી ONLINE માધ્યમ થી કરી ને સૌ ભક્તિ-સેવા કરનાર ભક્તો ધર્મલાભ લયી ભક્તિ રસ માં તરબોળ થયા છે અને ધન્યતા અનુભવી છે. સિલિકોન વેલી ના મિલપિટાસ નગર ખાતે ના જૈન સેંટર ઓફ નોર્ધન કેલિફોર્નિયા ઉત્તર અમેરિકા નું એક એવું જૈન સેંટર છે જ્યાં પ્રાણ પ્રતિષ્ઠા વાળી પ્રતિમાઓ છે અને તે જૈન સંપ્રદાય ના દરેક પંથો જેવા કે સ્વેતામ્બર, દિગંબર, સ્થાનક્વાસી,તેરાપંથી અને શ્રીમદ રાજચંદ્રજી ના શ્રાવકોને એક છત નીચે જૈન ધર્મ ના તાંતણે બાંધે છે. ફક્ત ભારત માં જ નહિ પરંતુ વિશ્વ્ ને ખૂણે ખૂણે વસેલા જૈન ધર્મના અનુયાયીઓ દર વર્ષે આ પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ ને ભારે હર્ષોઉલ્લાસ થી અને અતિ આનંદ થી ઉજવે છે. પર્યુષણ મહાપર્વ ના દરેક દિવસ નું ખાસ મહત્વ છે. જીવનકાળ દરમ્યાન જાગૃતિ લાવી ત્યાગ અને તપ નું વિશિષ્ઠ મહત્વ સમજી સતત મનન અને ચિંતન સાથે ઉત્સવ ઉજવવાનો ઉમળકો અને હોંશ કંઈક વિશેષ જ હોય છે. પર્યુષણ પર્વ માં ઉપવાસ, તપ અને આરાધના દ્વારા આત્મા ની નજીક જવાનો ઉંડો સંકેત છે. મિલપિટાસ જૈન સેન્ટર ના પ્રમુખ શ્રી બિરેનભાઈ શાહે જણાવ્યું હતું કે 23મી ઑગસ્ટ, 2020 ના રોજ જૈન સેન્ટર ના પાર્કિંગ લોટ માં શિસ્તબદ્ધ રીતે DRIVE-IN પારણાં કરાવ્યા હતા. શ્રાવકોને એપોઇન્ટમેન્ટ આપીને દર્શન નો પણ ધર્મલાભ આપ્યો હતો જેનો 700 થી પણ વધુ શ્રાવકોએ લાભ લીધો હતો. જૈન સેન્ટર , મિલપિટાસે પર્યુષણ મહાપર્વ ની ઉજવણી 15 ઑગસ્ટ થી 22 ઓગસ્ટ દરમ્યાન, શ્રીમદ રાજચંદ્ર પરંપરા અનુસાર 16 ઓગસ્ટ થી 24 ઓગસ્ટ દરમ્યાન કરી હતી. દાસ લક્ષણા પર્વ ની ઉજવણી 22 ઓગસ્ટ થી 31 ઓગસ્ટ દરમ્યાન થયી હતી. જૈન સેંટર, મિલપિટાસે તહેવાર ની ઉજવણી માં અનેરા રંગો ભરવા અને શ્રાવકો ને વધુને વધુ ધર્મલાભ આપવા ફક્ત અમેરિકા ના જ નહિ પણ ભારત થી પણ જૈન ધર્મ ના વિઘ્વાનો, પ્રખર અભ્યાસુઓ અને જાણીતા વિધિકારો ને ZOOM ઓનલાઈન માધ્યમ થી પ્રવચન આપવા આમંત્રણ આપ્યા હતા. જૈન ધર્મના ઉંડા અભ્યાસુ અને પ્રવચનકાર શ્રી પ્રમોદભાઈ પટેલ, શ્રી જીતુભાઇ શાહ,શ્રી કિરણ પ્રકાશ જૈન, રિયા દીદી, પરમ અસ્મિતાજી મહાસતીજી એ આ મંગલ દિવસો દરમ્યાન ગુજરાતી અને હિન્દી માં પ્રવચનો આપ્યા હતા. શ્રી રિકેશભાઈ શાહ અને શ્રી પદ્મેશભાઈ પારેખે જૈન સેન્ટર માં પર્યુષણ પર્વ દરમ્યાન ની ધાર્મિક વિધિ માં સંચાલન કર્યું હતું. સપના સેરીમની માં ભાગ લેનાર શ્રાવકોએ જૈન સેન્ટર ના ઑડિટોરીઅમ માં હાજરી આપી ધર્મલાભ લીધો હતો. અન્ય શ્રાવકોએ ઓનલાઈન માધ્યમ થી હાજરી આપી ભાગ લીધો હતો. 22મી ઑગસ્ટે શ્રાવકોએ સંવત્સરી પ્રતિક્રમણનો ધર્મ લાભ લીધો હતો. દરેક ગ્રુપ ના શ્રાવકો માટે હિન્દી , ગુજરાતી અને અંગ્રેજી માં પ્રતિક્રમણ ની વિધિ નોબન્દોબસ્ત કરાવ્યો હતો. જૈન સેન્ટર, મિલપિટાસ અને JAINA દ્વારા પર્યુષણ મહાપર્વ માં દરરોજે ઓનલાઈન માધ્યમ થી જૈન ધર્મ ના વિઘ્વાનો ડો.કુમારપાળ દેસાઈ, ડો.જીતેન્દ્ર શાહ અને ડો.બિપિન દોશી ના પ્રવચનોનું પણ ખુબ સુંદર આયોજન થયું હતું. ===================================== RAJESH SHAH PRESS REPORTER, GUJARAT SAMACHAR, USA. (510) 449 8374. ------------------------- |